About Us – Al Barkah Credit & Consumer Cooperative Society Ltd.
Welcome to Al Barkah Credit & Consumer Cooperative Society Ltd. — a registered Islamic cooperative society in India offering Shariah-compliant, interest-free (riba-free) microfinance services to individuals, families, and small businesses across Gujarat and India.
Al Barkah is a leading Islamic cooperative society in India.
We were established to provide riba-free financial services. Furthermore,
we serve every community — regardless of background or income.
Who We Are — Islamic Cooperative Society, Gujarat
Albarkah Credit & Consumer Cooperative Society Ltd. REG/AHD/(C)/SE(SH)45954/2020 (Registered per Section 9 of 10th Act of Gujarat of 1962 — Gujarat Co-Operative Societies Act, 1961) is a voluntary, non-political, non-profit social service organization established on .
Albarkah was formed to promote Service Charge Based Microfinance (SCBM) in India.
In addition, it establishes Islamic Financial Microfinance under the cooperative credit format.
As a result, more communities gain access to ethical, interest-free finance.
- Cooperative principles
- Application of Service Charge Based Microfinance principles
- Compliance of financial prudence
- Professional governance
- Indicators of social performance management
Albarkah Microfinance Society helps members of credit cooperative societies offer halal financial services at competitive pricing in the open market, making cooperative credit societies self-sustainable by widening and deepening their outreach across India.
પ્રમુખનો સંદેશ — President’s Message
વાસિક હુસૈન શેખ
બી.કોમ સ્નાતક, ડિપ્લોમા – ઇસ્લામિક સ્ટડીઝ અને ઇસ્લામિક ફાઇનાન્સ
જનરલ સેક્રેટરી અને શૂરા મેમ્બર (JIH Gujarat)
કો-કન્વીનર : ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિ
સેક્રેટરી : ઝકાત સેન્ટર ઈન્ડિયા, અમદાવાદ ચેપ્ટર
ટ્રસ્ટી – ઇસ્લામી રીલીફ કમિટી ગુજરાત
ટ્રસ્ટી : રેડિયન્સ એજ્યુકેશનલ વેલ્ફેર ટ્રસ્ટ
આદરણીય સભ્યો,
અસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ,
અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ તઆલાની મહેરબાનીથી આપણી અલ બરકહ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટિવ સોસાયટીએ પોતાના સભ્યો અને સમાજની સેવા આપતા વધુ એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ સફળતા માત્ર અલ્લાહની બરકત, અમારા સભ્યોનો વિશ્વાસ અને અમારી ટીમના અવિરત પ્રયત્નોથી શક્ય બની છે.
અમારો દ્રષ્ટિકોણ હંમેશા સ્પષ્ટ રહ્યો છે – રિબા (વ્યાજ) મુક્ત નાણાકીય માળખું ઉભું કરવાનો, જે લોકોને બોજ વિના સશક્ત બનાવે અને ઇસ્લામી આર્થિક સિદ્ધાંતો સાથે મેળ ખાય. અમે માત્ર એક નાણાકીય સંસ્થા ચલાવતા નથી — પરંતુ વિશ્વાસ, પરસ્પર સહાય અને આર્થિક ન્યાયનો સેતુ બાંધીએ છીએ.
ગત વર્ષ દરમ્યાન અમે શિક્ષણ ક્ષેત્રે, તબીબી જરૂરિયાતો, ઘરગથ્થુ જરૂરિયાતો અને વ્યવસાય માટે અનેક સભ્યોને વ્યાજ-મુક્ત સહાય પૂરી પાડી છે. અમે સમાજને ઇસ્લામી નાણાકીય સિદ્ધાંતો અંગે જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. અલ્હમ્દુલિલ્લાહ, આપણી સોસાયટી ઇસ્લામિક ફાઇનાન્સ શીખવાનો એક મંચ બની ગઈ છે.
“ભલાઈ અને સંયમના કામોમાં એકબીજાને મદદ કરો, પરંતુ દુષ્ટતા અને અતિરેકમાં એકબીજાની મદદ ન કરો.”
— સૂરઃ માઇદાહ 5:2 | Surah Al-Ma’idah 5:2
“મોમીનો તેમની પરસ્પર દયા, કરુણા અને સહાનુભૂતિમાં એક શરીર જેવા છે.”
— સહીહ મુસ્લિમ | Sahih Muslim
અમે સામૂહિક પ્રયત્ન, પરસ્પર વિશ્વાસ અને ટકાઉ વિકાસ દ્વારા અમારા સભ્યોને સશક્ત બનાવવામાં માનીએ છીએ. અમારા સભ્યો દ્વારા રોકાયેલ દરેક રૂપિયો સમાજના ઉત્થાન માટે કાર્યરત થાય છે.
પ્રિય સભ્યો, તમારો સહયોગ અમારી શક્તિ છે. જ્યારે તમે સક્રિયપણે ભાગ લો છો — રોકાણ કરીને, વિચારો વહેંચીને અથવા અન્યને જોડાવા પ્રોત્સાહિત કરીને — ત્યારે તમે એક ઇસ્લામી આર્થિક મોડેલમાં યોગદાન આપો છો જે સૌને લાભ આપે છે. યાદ રાખો, આ માત્ર એક સોસાયટી નથી — તે એક અમાનત છે.
“ઉપરનો (આપવાવાળો) હાથ નીચેના (લેવાવાળો) હાથ કરતાં ઉત્તમ છે.”
— સહીહ બુખારી અને મુસ્લિમ | Sahih Bukhari & Muslim
અંતમાં — આપણી સોસાયટી માત્ર એક નાણાકીય સંસ્થા નથી; તે એક અમાનત છે જે અલ્લાહે આપણને સોંપી છે. દરેક સભ્ય આ મિશનનો ભાગ છે.
અલ્લાહ તઆલા આપણી સોસાયટીને સ્થિરતા, વૃદ્ધિ અને બરકત આપે. વસ્સલામુ અલૈકુમ વ રહ્મતુલ્લાહી વ બરકાતુહ.
ઉપ-પ્રમુખનો સંદેશ — Vice President’s Message
CA. સૈયમ ખાન
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ — બિઝનેસ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી
વ્યૂહાત્મક આયોજન અને નાણાકીય આંતરદૃષ્ટિ | SME Business Growth Advisor
પ્રિય સભ્યો,
અલ-બરકહના ઉપ-પ્રમુખ તરીકે, પાંચમાં વાર્ષિક અહેવાલના આ અવસરે આપ સૌને સંબોધતાં દિલ ગર્વ, આનંદ અને આભારની ભાવનાથી છલકાય છે. અલ-બરકહની સ્થાપનાના પાયામાં શરીઅત, નૈતિકતા અને પરસ્પર સહકારના અડગ સ્તંભ છે — એ મૂલ્યો આજે પ્રગતિના નવા શિખર સર કરી રહ્યા છે.
આજે અલ-બરકહ પરિવાર 3,600 થી વધુ સભ્યોનો થઈ ગયો છે — જે માત્ર આર્થિક વ્યવહારો માટે નહીં, પરંતુ પરસ્પર સહકાર, વિશ્વાસ અને ભાઈચારા માટે એકત્ર થયા છે. સભ્યોની બચતો આજે ₹4,75,00,000 (ચાર કરોડ પંચોત્તેર લાખ)ના ભંડોળમાં પરિણમી છે — આ આપણી એકતા, વિશ્વાસ અને સંયુક્ત મહેનતનું પ્રતીક છે.
ગત વર્ષ અલ-બરકહએ એક મહત્વપૂર્ણ માઈલ સ્ટોન હાંસલ કર્યો — 08 સપ્ટેમ્બર 2024ના રોજ એક વિશાળ અને આધુનિક ઓફિસ ખરીદી, જ્યાંથી હજારો પરિવારોને નવી આશા, આત્મવિશ્વાસ અને નાણાકીય શોષણ-મુક્ત ભવિષ્ય મળશે.
અલ-બરકહ બિરાદરી અને ધર્મના ભેદભાવ વગર — ગરીબ, મધ્યમ વર્ગ કે સદ્ધર — દરેક માટે ખુલ્લું છે. જે કોઈ વ્યાજ-મુક્ત (riba-free) ધોરણે પોતાની કમાણીનું સંરક્ષણ અને સમાજ સેવા કરવા માંગે, Al Barkah Islamic Cooperative Society તેમ માટે છે.
નાના તથા લઘુ ઉદ્યોગોને વ્યાજ-મુક્ત બિઝનેસ લોન (interest-free business loan) આપીને સ્વાવલંબી અને સશક્ત બનાવવામાં અમે ગર્વ અનુભવીએ છીએ — આ સહાય નથી, આ સમાજને પગભર કરવાની ચળવળ છે.
ચાલો, આપણે Al Barkahને માત્ર એક સોસાયટી નહીં, પણ શોષણ-મુક્ત, વ્યાજ-મુક્ત ક્રાંતિનું પ્રતીક બનાવીએ.
અલ્લાહ અમારી આ યાત્રાને ખાસ રહ્મતથી નવાઝે અને દરેક સભ્યને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. આમીન.
As an Islamic cooperative society in India,
Al Barkah offers a full range of Shariah-compliant financial products.
Therefore, members can save, invest, and borrow — all without paying interest.
In short, halal finance is now simple and accessible.
Our Services — Shariah-Compliant & Interest-Free Financial Products
- Business Loans — Halal, interest-free business financing for small and micro enterprises
- Daily Deposit Account — Riba-free daily savings scheme
- Growth Fund Account — Shariah-compliant investment savings
- Home Appliances Loan — Murabaha-based interest-free financing
- Saving Account — Zero interest halal savings account
- Simple / Gold Loan — Secured & unsecured Shariah-compliant loans
- Vehicles Loan — Ijarah-based halal vehicle financing
- Murabaha / Ijarah Loan — Islamic finance instruments for ethical borrowing
Our Performance — Community Impact
- 3,600+ Active Members
- 178 Simple Loans disbursed
- 17 Business Loans
- 72 Murabaha Loans
- ₹4.75 Crore+ Community funds managed
- All transactions 100% interest-free & Shariah-compliant
Connect with Al Barkah today. We are your trusted Islamic cooperative society in India.
Additionally, we offer interest-free loans and halal savings for every need.
Contact Al Barkah — Islamic Cooperative Society, Ahmedabad
Al Barkah Credit & Consumer Cooperative Society Ltd.
[Branch Address]
Ahmedabad, Gujarat, India
