ઉપ-પ્રમુખનો સંદેશ — Vice President’s Message

CA. સૈયમ ખાન

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ — બિઝનેસ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી
વ્યૂહાત્મક આયોજન અને નાણાકીય આંતરદૃષ્ટિ | SME Business Growth Advisor

પ્રિય સભ્યો,

અલ-બરકહના ઉપ-પ્રમુખ તરીકે, પાંચમાં વાર્ષિક અહેવાલના આ અવસરે આપ સૌને સંબોધતાં દિલ ગર્વ, આનંદ અને આભારની ભાવનાથી છલકાય છે. અલ-બરકહની સ્થાપનાના પાયામાં શરીઅત, નૈતિકતા અને પરસ્પર સહકારના અડગ સ્તંભ છે — એ મૂલ્યો આજે પ્રગતિના નવા શિખર સર કરી રહ્યા છે.

આજે અલ-બરકહ પરિવાર 3,600 થી વધુ સભ્યોનો થઈ ગયો છે — જે માત્ર આર્થિક વ્યવહારો માટે નહીં, પરંતુ પરસ્પર સહકાર, વિશ્વાસ અને ભાઈચારા માટે એકત્ર થયા છે. સભ્યોની બચતો આજે ₹4,75,00,000 (ચાર કરોડ પંચોત્તેર લાખ)ના ભંડોળમાં પરિણમી છે — આ આપણી એકતા, વિશ્વાસ અને સંયુક્ત મહેનતનું પ્રતીક છે.

ગત વર્ષ અલ-બરકહએ એક મહત્વપૂર્ણ માઈલ સ્ટોન હાંસલ કર્યો — 08 સપ્ટેમ્બર 2024ના રોજ એક વિશાળ અને આધુનિક ઓફિસ ખરીદી, જ્યાંથી હજારો પરિવારોને નવી આશા, આત્મવિશ્વાસ અને નાણાકીય શોષણ-મુક્ત ભવિષ્ય મળશે.

અલ-બરકહ બિરાદરી અને ધર્મના ભેદભાવ વગર — ગરીબ, મધ્યમ વર્ગ કે સદ્ધર — દરેક માટે ખુલ્લું છે. જે કોઈ વ્યાજ-મુક્ત (riba-free) ધોરણે પોતાની કમાણીનું સંરક્ષણ અને સમાજ સેવા કરવા માંગે, Al Barkah Islamic Cooperative Society તેમ માટે છે.

નાના તથા લઘુ ઉદ્યોગોને વ્યાજ-મુક્ત બિઝનેસ લોન (interest-free business loan) આપીને સ્વાવલંબી અને સશક્ત બનાવવામાં અમે ગર્વ અનુભવીએ છીએ — આ સહાય નથી, આ સમાજને પગભર કરવાની ચળવળ છે.

ચાલો, આપણે Al Barkahને માત્ર એક સોસાયટી નહીં, પણ શોષણ-મુક્ત, વ્યાજ-મુક્ત ક્રાંતિનું પ્રતીક બનાવીએ.

અલ્લાહ અમારી આ યાત્રાને ખાસ રહ્મતથી નવાઝે અને દરેક સભ્યને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. આમીન.

As an Islamic cooperative society in India,
 Al Barkah offers a full range of Shariah-compliant financial products. 
Therefore, members can save, invest, and borrow — all without paying interest.
 In short, halal finance is now simple and accessible.